પીળી કોઠી – પ્રસ્તાવના

પીળી કોઠી

પ્રસ્તાવના 
મિત્રો મારા માતા-પિતાએ મારામાં વાંચન નો શોખ ખીલવ્યો અને મને વડોદરામાં માંડવી અને હંસા મહેતા જેવા પુસ્તકાલય મળ્યા જ્યાં મેં મારી વાંચનની ક્ષુધા મિટાવી.

ઘણા વર્ષો પહેલા એક તંત્ર-મંત્ર ને લગતું પુસ્તક મારા હાથમાં આવ્યું હતું અને મે મારા વાંચનના શોખને લઈને તે વાંચી લીધી. તેમાં આ એક સિદ્ધિ “પરકાયા પ્રવેશ” વિષે ઘણું બધુ લખાયેલું હતું. બસ ત્યારથી મારા મનમાં પીળી કોઠી નું બીજ રોપાયું. વર્ષો વીતી ગયા બીજી બધી કોઈ યાદ રહી નહીં પણ વાર્તા નું બીજ મારા મનમાંથી નિકળ્યું નહીં અને તેની પૂર્તિ માટે રચના થઈ પીળી કોઠીની.
 “જાંબુ”
(શૈલેષકુમાર મોતીલાલ પરમાર)  


  પીળી કોઠી
એક તાંત્રિક આ પૃથ્વી પર રાજ કરવા ની ઇચ્છાથી સાધના કરીને અનેક લોકોની બલી ચઢાવે છે પણ તેની આ મનસા જાણી ગયેલ એક પંડિત પોતાનું બલિદાન આપીને તાંત્રિક ની સાધના વિફળ બનાવે છે. સાધના વિફળ થવાથી તાંત્રિક એક શ્રાપિત, એક અતૃપ્ત આત્મા બની જાય છે અને સંસાર પર કહેર વરસાવે છે. એક પિતા પુત્રનું ઘર્ષણ છે, એક પુત્ર પોતાની માતા માટે, પોતાની પ્રેમિકા માટે પિતા સામે ઊભો થાય છે. એક ભાઈ પોતાની માનેલી બહેન માટે, તેના થનારા પતિને, પોતાના મિત્રને મદદ કરે છે. આ બધુ જ છે મારી પીળી કોઠી માં, સરવાળે તમને બધાને મારી આ વાર્તા જરૂરથી ગમશે. આશા રાખું છું કે તમે બધા જ ખાસ કરીને મારા ગુજરાતી વાંચનના રસિકો મારી આ વાર્તાને સફળ બનાવશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *